મને હટાવવામાં ચેપલ જ નહીં, બધા સામેલ હતા

નવી દિલ્હી, તા.10: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દીના સૌથી મુશ્કેલ સમયની વાત કરી છે. ગાંગુલીએ કહ્યંy તેની કેરિયરનો એ સૌથી મુશ્કેલ સમય હતો જયારે તેને કેપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો અને એ પછી 200પમાં મને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ગાંગુલીએ આને પોતાની સાથેના અન્યાય તરીકે ગણાવ્યો હતો. ગાંગુલીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મારી કેરિયરનો સૌથી ખરાબ તબક્કો હતો. એ પૂરી રીતે અન્યાય હતો. મને ખબર હતી કે દરેક વખતે આપની સાથે ન્યાય ન થઇ શકે, પણ જે રીતે મારી સાથે વ્યવહાર થયો તે ટાળી શકાય તેવો હતો. હું એ ટીમનો કેપ્ટન હતો, જે ઝિમ્બાબ્વેમાં જીત મેળવી હતી અને દેશ પરત ફરતા જ મને હટાવી દેવામાં આવ્યો હતો. મેં 2007નો વર્લ્ડ કપ જીતવાનું સપનું ભારત માટે જોયું હતું. હું તેની પહેલા ફાઇનલમાં હાર્યાં હતા. મારા સુકાનીપદ હેઠળ પાંચ વર્ષથી ટીમ સારો દેખાવ કરી રહી હતી. દેશમાં હોય કે વિદેશમાં અમે જીત મેળવતા હતા. પછી મને અચાનક જ ટીમમાંથી જ દૂર કરી દેવામાં આવ્યો હતો.સૌથી પહેલા મને કહેવાયું કે તું હવે વન ડે ટીમનો હિસ્સો નથી, પછી કહ્યંy ટેસ્ટમાં પણ તું નથી. ગાંગુલીએ સ્વીકાર્યું કે આની શરૂઆત મુખ્ય કોચ ગ્રેગ ચેપલે બીસીસીઆઇને મોકલેલ મારા વિરૂધ્ધના ઇ-મેલથી થઇ હતી. જે ઇ-મેલ બાદમાં લીક થઇ ગયો હતો. ગાંગુલી કહે છે હું ફકત ગ્રેગ ચેપલને જવાબદાર નથી માનતો. એ વાત પર કોઇ શક નથી કે શરૂઆત તેમણે કરી હતી. મને દૂર કરવામાં બીજા કેટલાકની પણ ભૂમિકાઓ હતી. ટીમ એક પરિવાર જેવી હોય છે. તેમાં મતભેદ થતાં હોય છે. એક-બીજાના વિચાર અલગ હોય છે.  ગાંગુલીએ ભારપૂર્વક કહ્યું કે મને દૂર કરવામાં ફકત ચેપલ જ ન હતા. ભારતીય કપ્તાનને દૂર કરવા પૂરી સિસ્ટમનું સમર્થન હોવું જોઇએ. બાકીના લોકો પણ માસૂમ ન હતા. કોઇ એક વિદેશી કોચ ભારતીય સુકાનીને હટાવી શકે નહીં. મને દૂર કરવામાં દરેકની ભૂમિકા હતી. આમ છતાં હું દબાણમાં તૂટયો નહીં, મેં ખુદમાં વિશ્વાસ બનાવી રાખ્યો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer