અંજાર સ્વામિનારાયણ મંદિરે કાલથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ
અંજાર, તા. 10 : અહીંના સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે હિંડોળા મહોત્સવનો પ્રારંભ થનાર છે મંદિરમાં મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી તથા સ્વામી હરિદાસજીની પ્રેરણાથી હિંડોળા ઊજવવા માટે તૈયારી થઈ રહી છે. મંદિરના કોઠારી સ્વામી નારણપ્રિયદાસજી તથા સ્વામી નારણદાસજીએ જણાવ્યું હતું કે, 200 વર્ષ પહેલાંની યાદ તાજી કરાવવા આ વખતે મંદિરમાં બે મોટા હિંડોળા તથા સોળ નાના હિંડોળાને તા. 12/7ના રવિવારથી વિશેષ હિંડોળાનું ઉદ્ઘાટન સ્વામી-સંતો તથા યજમાનોના હસ્તે કરવામાં આવશે. મંદિરના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીએ કહ્યું કે, આ વખતે વિવિધ કલાત્મક હિંડોળાના દર્શન થશે જે દર્શન કરીને હરિભક્તોને 200 વર્ષ પહેલાં ભગવાન હિંડોળાએ ઝુલાવેલા તેની ઝાંખી દર્શાવાશે. ચંદનના દરરોજ?હિંડોળા, વિવિધ રંગબેરંગી ફૂલો તથા લાઈટથી બનાવવામાં આવશે. મંદિરે હિંડોળા ઉત્સવને સ્વામી ઘનશ્યામનંદનદાસજી સ્વામી, ઉત્તમપ્રિયદાસજી સ્વામી,વાસુદેવપ્રિયદાસજી સ્વામી, સ્વામી દેવપ્રસાદદાસજી, માધવપ્રિયદાસજી, સ્વામી કૃષ્ણદાસજી, મહિલા સ્વામિનારાયણ મંદિરના મહંત સાંખ્યયોગી ત્રિવેણીબેનના સહયોગે ગૃહસ્થ બહેનો તથા હરિભક્તો સહયોગી બન્યા છે.