સુખપર ગ્રા.પં.ના વિભાજનની પ્રક્રિયા શરૂ

કેરા (તા. ભુજ), તા. 10 : 25 હજારની વસ્તી?ધરાવતા સુખપર ગામને બે ગ્રામ પંચાયતમાં વિભાજિત કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ચાલુ સરપંચ-સભ્યોની જગ્યાએ વહીવટદારની નિમણૂક કરાઇ?છે. હવે સુખપર અને મદનપુર એમ બે ગામ બનશે.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની સૂચનાથી તાલુકા અધિકારી શ્રી રાઠોડે ભુજ તાલુકાના સુખપર ગામે વહીવટદાર તરીકે ગ્રામસેવક જે. વી. ચૌધરીની નિમણૂક કરી છે. કચ્છમિત્રએ તેમનો સંપર્ક કરતાં જણાવ્યું કે, માધાપરની જેમ સુખપરે પણ વસ્તી-વિસ્તાર વધતાં બે ગ્રા. પંચાયતની માંગી હતી અને હાલની પંચાયતે જ વિભાજનનો ઠરાવ કર્યો હતો.સરકારે આ પ્રક્રિયા શરૂ?કરતાં નિયમોનુસાર નવી પંચાયતોની ચૂંટણી ન થાય ત્યાં સુધી વર્તમાન સભ્યો-સરપંચની જગ્યાએ વહીવટદાર નિમાય છે તે નિયમ અંતર્ગત આ કાર્યવાહી થઇ છે. માધાપરના ગ્રામસેવક એવા શ્રી ચૌધરીએ ઉમેર્યું ગામ મોટું છે. થોડા વિવાદ છે. પ્રશ્નો જટિલ નથી. સૌને સાથે રાખી કોઇપણ ભેદભાવ વગર આ ગાળો પસાર કરશું. લોકોના કોઇ કામ અટકશે નહીં. કોરોનાકાળ છે એટલે ચૂંટણી ક્યારે થઇ શકે તે નક્કી નથી. નિયમ છ માસ વહીવટદાર નીમવાનો છે. દરમ્યાન, ભ્રષ્ટાચારના કારણે વર્તમાન પંચાયતને સુપરસીડ કર્યાની અફવા રાજકીય દ્વંદીઓએ ફેલાવી હતી, પરંતુ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે હાલના સરપંચ અમરબેન રાબડિયા કે સભ્યો પર કોઇ ગંભીર આરોપ નથી. વહીવટદાર નીમવાનું એ કારણ નથી. વિભાજન પ્રક્રિયાનો ભાગ માત્ર?છે. હવેથી નવોવાસ મદનપુર ગામ જ્યારે જૂનોવાસ સુખપર ગામ તરીકે ઓળખાશે. આ બે ગામ બને તે માટે હાલની ગ્રા. પંચાયતે જ ઠરાવ કરી માગણી કરી હતી. તેનો અમલ થઇ રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer