16મી ઓક્ટો.ના માતાના મઢમાં આસો નવરાત્રિ ઘટસ્થાપન

16મી ઓક્ટો.ના માતાના મઢમાં આસો નવરાત્રિ ઘટસ્થાપન
ભુજ, તા. 9 : આ વખતે કોરોનાની મહામારીના કારણે માતાના મઢ મધ્યે આશ્વિન નવરાત્રિ ઉત્સવ જે-તે સમયની પરિસ્થિતિ મુજબ અને સરકારના માર્ગદર્શન-સૂચના મુજબ ઊજવાશે, પરંતુ બહારથી આવતા ભાવિકોની સુગમતા ખાતર ઉત્સવના કાર્યક્રમો જાહેર થયા છે, જેમાં 16મી ઓક્ટોબરના ઘટસ્થાપન બાદ નવરાત્રિ પ્રારંભ થશે. આ સમગ્ર બાબતે  માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે, જાગીર દ્વારા યાત્રિકોની સુવિધા માટે બહારથી આવનારા ભાવિકોને રેલવે ટિકિટ અગાઉથી બુક કરાવી શકે તે ઉદ્દેશથી દર વરસે નવરાત્રિ મહોત્સવની તારીખો, ઘટસ્થાપન, નવરાત્રિ પ્રારંભ, હવન પ્રારંભ, પૂર્ણાહુતિ, પત્રી (જાતર) સુધીના કાર્યક્રમો જાહેર કર્યા છે. આ વરસે `કોરોના મહામારી'ના કારણે આશ્વિન નવરાત્રિ ઉત્સવ જેમાં ઘટસ્થાપન અધિક આસો વદ અમાસ તા. 16/10ના રાત્રે 9.30 વાગ્યે થશે. તા. 17/10ના નવરાત્રિ પ્રારંભ, જગદંબા પૂજન તા. 23ના રાત્રે 9.30 વાગ્યે અને 10 વાગ્યે હવન પ્રારંભ અને રાત્રે 1.30 વાગ્યે હવન પૂર્ણાહુતિ. પતરી (જાતર) તા. 24/10ના શનિવારે સવારે યોજાશે. યજ્ઞ આચાર્ય તરીકે દેવશંકર મૂલશંકર જોષી રહેશે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer