માંડવી તાલુકાની 75 ગ્રા.પં.ને વિકાસ-કામો માટે 4.80 કરોડ ફાળવાયા

માંડવી તાલુકાની 75 ગ્રા.પં.ને વિકાસ-કામો માટે 4.80 કરોડ ફાળવાયા
માંડવી, તા. 9 : તાલુકાની 75 ગ્રામ પંચાયતોને રૂા. 4.80 કરોડનાં વિકાસકામો સંપન્ન કરવા માટેના વર્કઓર્ડરો ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અપાયા હતા. ધારાસભ્ય હસ્તકની વિકાસ ગ્રાન્ટ, આયોજન, એટીવીટી સહિત યોજનાઓમાંથી લોકોપયોગી વિકાસકામોનાં આયોજનમાં મહદ્અંશે તાલુકાને આવરી લેવાયો હોવાનો દાવો આ તકે કરાયો હતો.તાલુકાના સંબંધિત સરપંચોને તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન સેંઘાણી, ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વર્કઓર્ડર આપવા યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ ગંગાબેન ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ વી. સંઘાર, એ.પી.એમ.સી.ના ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે વક્તાઓએ સમતોલ વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ધારાસભ્ય શ્રી જાડેજાનો ઋણ સ્વીકાર કર્યો હતો. વક્તાઓ ઉપરાંત તા.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયા, તાલુકા ભાજપના મહામંત્રીઓ કિશોરભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ રામાણી, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, તા. વિ. અધિકારી શ્રી ગોહિલ વિ.ના હાથે વર્કઓર્ડર લેટર અપાયા હતા. મોટી સંખ્યામાં સરપંચો, આગેવાનો, કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યો તથા વિવિધ મોરચાના પદાધિકારીઓ જોડાયા હોવાનું વિનુભાઈ થાનકીએ યાદીમાં જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer