રક્તની સવિશેષ જરૂરતના સમયે ભુજના કેમ્પમાં 104 યુનિટ એકત્ર

રક્તની સવિશેષ જરૂરતના સમયે ભુજના કેમ્પમાં 104 યુનિટ એકત્ર
ભુજ, તા.9 : શરીરમાં કુદરતી રીતે બનતાં લોહીની તબીબી ક્ષેત્રમાં હંમેશા તીવ્ર જરૂરિયાત રહેતી હોય છે. હાલની પરિસ્થિતિમાં તે સવિશેષ?બની છે ત્યારે રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીએ વર્ષની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પના કાર્ય સાથે કરી છે તે પરંપરા મુજબ અત્રે વિશાળ જગ્યામાં કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રોટરીની અન્ય પાંખો ઇન્નરવ્હીલ ક્લબ પણ સાથે આયોજનમાં જોડાઇ હતી જેમાં રોટરેક્ટ ક્લબ દ્વારા દરેક દાતાને ફોર્મ ભરવા માટે માર્ગદર્શન અપાતું હતું અને જે સૌ પ્રથમવાર રક્તદાન કરતા હતા તે દરેકને પ્રેરણાના પ્રતીક સમી ભેટ આપવામાં આવી હતી. તો ઇન્નરવ્હીલ ક્લબના મેમ્બર્સ દ્વારા સર્વેને સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા. ઉપરાંત સમાજને પ્રેરણા મળે તેવો સંદેશો આપવાના પ્રયાસરૂપે વોલસિટી ક્લબના સભ્યો દ્વારા રક્તદાન માટે અમૂલ્ય યોગદાન સાથે 100 કે તેથી વધુ વાર રક્તદાન કરી ચૂકેલા રસનિધિભાઇ? અંતાણી, જયંતીભાઇ?પારેખ, લલિતભાઇ?કોરડિયા, અભયભાઇ?શાહની સાથે નરેશભાઇ?અંતાણી, મનીષભાઇ ?ઝાલાને સન્માનવામાં આવ્યા હતા. જી.કે. જનરલ હોસ્પિટલના જીજ્ઞાબેન ઉપાધ્યાયની અનુમતી અને દર્શનભાઇ રાવલના માર્ગદર્શન, ક્લબના પ્રિતેશ ઠક્કરના સહકાર સાથે જનરલ હોસ્પિટલના સ્ટાફના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં લોકોએ પોતાની નૈતિક જવાબદારી નિભાવતાં 104 યુનિટ રક્ત એકત્ર થયું હતું. પ્રથમ સતીષભાઇ દાવડા સાથે ક્લબના પ્રમુખ અને મંત્રી દત્તુ ત્રિવેદી અને રાજન મહેતા, દીપા સોમૈયા અને કાજલ ત્રિવેદી, વિમલ શાહ અને નિશિથ શાહ દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું જેમાં એજી સચિન ઠક્કર, રેડક્રોસ સોસાયટીના તુષાર ઠક્કર, વિમલ મહેતા, મીરાબેન તથા ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખજાનચી અશ્વિન પારેખ, દીપ દોશી, કેતન મોરબિયા, મેહુલ સોમૈયાએ કાર્યક્રમ સંભાળ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer