વિદ્યાર્થીઓ ઘેરબેઠા સારી રીતે ભણી શકે તેવું આયોજન

વિદ્યાર્થીઓ ઘેરબેઠા સારી રીતે ભણી શકે તેવું આયોજન
ભુજ, તા. 9 : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિનો વિદ્યાર્થી પાઠયપુસ્તક-નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ દ્વારા દરવરસે જ્ઞાતિના વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક તથા નોટબુકનું વિતરણ કરાય છે. કોરોના સંક્રમણના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ વેરવિખેર થઇ?ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ ઘેરથી સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે જ્ઞાતિ દ્વારા સમયસર વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક અર્પિત કરાયા હતા. પુસ્તક-નોટબુકના વિતરણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી જ્ઞાતિના પ્રમુખ દિલીપ શાહ, મહામંત્રી ધીરેન શાહ, મંત્રી નીતિનભાઇ મહેતા, ખજાનચી શીતલ શાહ અને કારોબારી સભ્યો અભય શાહ, કમલેશ શાહ તથા રાહુલ મહેતાએ કરાવી હતી. જ્ઞાતિના સર્વે વિદ્યાર્થીઓને હોદ્દેદારોએ શુભેચ્છા આપી હતી. વિતરણ વ્યવસ્થામાં ધીરેન શાહ તથા કમલેશ શાહે સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer