અંજારમાં રોટરી મેગા વૃક્ષારોપણ યોજનાને વેગ આપવા માટે કટિબદ્ધ

અંજારમાં રોટરી મેગા વૃક્ષારોપણ યોજનાને વેગ આપવા માટે કટિબદ્ધ
અંજાર, તા. 9 : શહેરમાં છેલ્લા સમયથી વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવતી સંસ્થા રોટરી કલબનો વર્ષ 20-21 માટે વર્ચ્યુઅલ ઈન્સ્ટોલેશન  સમારંભ યોજાયો હતો. જેમાં કલબના નવા  પ્રમુખ  સહિતનાએ  શપથ લીધા હતા. આર.આઈ. ડિસ્ટ્રીકટ 3054  દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ઈ-શપથવિધિ કાર્યક્રમમાં પ્રમુખપદે હિરેલભાઈ (હીલુ) શાહ, મંત્રી પદે રાજેશભાઈ વિશ્રામભાઈ પલણ તથા ઝોનલ ટીમ રોટેકટરે શપથ લીધા હતા. કલબના નવા પ્રમુખ અને મંત્રી  દ્વારા  મેગા ટ્રી-પ્લાન્ટેશન  પ્રોજેકટથી શરૂઆત કરી સાંગ નદી પાસે અગ્રણીઓ અને સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવતેર કરાયું હતું. કલબ દ્વારા સપોર્ટ ધ ઈન્વાયર્મેન્ટ મોટો પ્રોજેકટ ચલાવાય છે. આ ઉપરાંત  કોરોના મહામારીથી છુટકારો આપવા અર્થે મહામૃત્યુંજય મંત્રના   જાપ પ્રાર્થના બેઠક યોજાઈ હતી. ડોકટર્સ ડે ના ઉપલક્ષમાં ફેસબુક લાઈવના માધ્યમ થકી પોઝિટિવ આઉટ કમસ ઓફ કોવિડ-19-લોકડાઉન  વિષય ઉપર એમ.ડી  ડોકટર પ્રજવલ સોરઠિયાનું વ્યાખ્યાન યોજાયું હતું. નવા પ્રમુખ હિરેલભાઈએ કહ્યંy હતું કે  અંજારની શાળામાં  પીવાલાયક પાણીની વ્યવસ્થા તથા મધ્યાહન ભોજન માટે શેડનું કામ પૂર્ણ કરાશે.પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષારોપણના પ્રકલ્પને વધુ વેગ સાથે આગળ ધપાવવામાં આવશે.આગામી દિવસોમાં સ્થિતિ અનુકૂળ બન્યા બાદ રકતદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન છે. સેવાકીય પ્રવૃત્તિઓ માટે રોટરી કલબ સદાય તત્પર  રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer