ગાંધીધામની શાળાના શિક્ષકે મેળવી પીએચ.ડી.ની ઉપાધિ

ગાંધીધામની શાળાના શિક્ષકે મેળવી પીએચ.ડી.ની ઉપાધિ
ગાંધીધામ, તા. 9 : શહેરના આદર્શ મહાવિદ્યાલયના મદદનીશ શિક્ષકે પીએચ.ડી.ની ડિગ્રી  મેળવી સિદ્ધિ હાંસલ કરી હતી. શાળાના શિક્ષક સરમણ એલ.સોલંકીએ વીર નર્મદ દક્ષિણ  ગુજરાત યુનિવર્સિટી ખાતેથી માર્ગદર્શક અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ઈન્તેખાબઆલમ અન્સારીના માર્ગદર્શન તળે સી.આર.સી. (જૂથ સંસાધન કેન્દ્ર) કો-ઓર્ડિનેટરની પ્રાથમિક શિક્ષણમાં કામગીરીનો વિવેચનાત્મક અભ્યાસ વિષયે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. શાળાના આચાર્ય કિરીટસિંહ  જેઠવા, મૈત્રી મંડળના સભ્યો સહિતનાએ તેઓને બિરદાવ્યા હતા.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer