ગાંધીધામમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાનું થયું વિતરણ

ગાંધીધામમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાનું થયું વિતરણ
ગાંધીધામ, તા.9 : અહીંના મારવાડી યુવા મંચ અને માયુમ જાગૃતિ શાખા દ્વારા કોરોના સામે લડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.વિશ્વ કોરોના મહામારીથી લડી રહ્યું છે. આ રોગ માટે કોઈ દવા કે રસી શોધાઈ નથી, ત્યારે વાયરસ સામે લડવા માટે લોકોની રોગપ્રતિકારક શક્તિ જરૂરી છે. સંસ્થા દ્વારા ચોપડવામાં આવેલી  શ્રીરામ કેમફૂડ પ્રા.લિ.માં 450થી વધારે હોમિયોપેથીક દવા અપાઈ હતી. સમગ્ર આયોજનમાં  મંચના પ્રમુખ શૈલેન્દ્ર જૈન, મંત્રી પારસ જોયા, પૂર્વ પ્રમુખ જિતેન્દ્ર જૈન, સહમંત્રી કેવદારામ પટેલ, જયેશ ગુપ્તા, જાગૃતિ શાખાના પ્રમુખ જ્યોતિ જૈન, મંત્રી રાજુલ જૈન, રશ્મિ બાગરેચા સહિતનાએ સહકાર આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer