છોડો મુંબઈને કચ્છમાં આવી કારખાના-ધંધા ઊભા કરો

ભુજ, તા. 9 : મુંબઈમાં વાગડ પટેલ સમાજના અગ્રણી અને વેપારી એવા અંબાવીભાઈ વાવિયાએ તો મુંબઈના ગાર્મેન્ટના ધંધામાં જોડાયેલા કચ્છીઓને વતનમાં આવી જવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મુંબઈમાં અંદાજે 25 હજાર નાના-મોટા કારખાના છે અને ખાસ કરીને વાગડના પટેલ-જૈનો વધુ છે. આવી પરિસ્થિતિમાં મુંબઈમાં ધંધા બંધ છે,મહામારી વધે છે, લોકડાઉન પણ વધે છે. તો આજીવિકાના પ્રશ્નો ઊભા થશે. કચ્છમાં પુષ્કળ જમીન છે. કચ્છમાં આવીને ઉત્પાદન કરીને મુંબઈમાં કાપડ મોકલી શકાય તેમ છે. કચ્છીઓનો એક મોટો વર્ગ આ ધંધામાં છે તો કચ્છમાં પણ ઉદ્યોગો વિકસ્યા છે. આપણે વતનમાં શા માટે પરત ન જઈ શકીએ. જો આવું થાય તો એક મોટો બદલાવ આવશે અને માની લો કે જો પાંચ ટકા આ ગાર્મેન્ટ કચ્છમાં આવશે તો મોટી રોજગારી મળશે. સરકાર સાથે વાત કરીએ, અમારી પણ મદદ કરવા તૈયારી છે. આવી સ્થિતિમાં ખાનગી જમીનો મેળવીએ, લીઝ પર પણ મળે તેથી શ્રી વાવિયાએ  મુંબઈમાં બેઠેલા કચ્છીઓને કહ્યું કે છોડો મુંબઈ, કચ્છ આવી જાવ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer