ચોપડવામાં પાંચ જણે ત્રણ જણ ઉપર કરેલો હુમલો

ગાંધીધામ, તા. 9 : ભચાઉ તાલુકાના ચોપડવા ગામમાં મોબાઇલના પૈસા અને મીટર મુદ્દે થયેલી બબાલનું મનદુ:ખ રાખી પાંચ શખ્સોએ બે મહિલા સહિત ત્રણ લોકો ઉપર કુહાડી, લાકડી વડે હુમલો કર્યો હતો. ચોપડવામાં આવેલી પ્રકાશ સોલંકીની વાડીએ રહી પ્રવીણ સુકરામ નાયક અને તેમનો પરિવાર મજૂરી કામ કરે છે. ગઇકાલે રાત્રે લક્ષ્મણ ભાવસિંઘ નાયક, શૈલેશ લક્ષ્મણ નાયક, ગોપાલ ગોરધન નાયક, રાજુ ગોરધન નાયક, ઉદેસિંઘ ચિમન નાયક નામના શખ્સો આ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને  તેના ઉપર લાકડી, કુહાડી વડે હુમલો કર્યો હતો. દરવાજા પાસે રાડારાડ થતાં ફરિયાદીના પત્ની લલિતાબેન તથા દીકરી ત્યાં દોડી આવી છોડાવવા વચ્ચે પડયા હતા. તેવામાં આ આરોપીઓએ મહિલાઓને પણ માર માર્યો હતો.આ ત્રણેયને માથા સહિતની જગ્યાએ ઇજાઓ થતાં ત્રણેયને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદીએ અગાઉ સેકન્ડ હેન્ડ મોબાઇલ લીધો હતો. તેના નીકળતા રૂા. 500 તથામીટર બાબતે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી આ આરોપીઓએ હુમલો કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer