અંજારના ટપ્પરમાં દીકરાએ પિતાને લાકડી વડે માર માર્યો

ગાંધીધામ, તા. 9 : અંજાર તાલુકાના ટપ્પર ગામમાં કામ-ધંધો કરવાનું કહેતાં એક દીકરાએ પોતાના પિતા ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ટપ્પર ગામના મોમાયનગરમાં રહેતા અરજણ સુમાર કોળી નામના આધેડ ગઇકાલે સાંજે પોતાના ઘરે બેઠા હતા. આ આધેડ ઘરના આંગણાના દરવાજા પાસે બેઠા હતા ત્યારે તેમનો દીકરો ભરત ઘરે આવ્યો હતો. દરમ્યાન, આ ફરિયાદી આધેડે પોતાના દીકરા ભરતને કામ-ધંધો કરવાનું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને આંગણામાંથી લાકડી ઉપાડી પોતાના પિતાને માર માર્યો હતો. ઘવાયેલા આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer