પાક. ટીમ પાસે સ્પોન્સર નહીં : અફ્રિદીનો `સાથ'' મળ્યો

કરાચી, તા. 9 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યંy છે. ઇંગ્લેન્ડના પ્રવાસે પહોંચેલી પાકિસ્તાની ટીમને મુખ્ય સ્પોન્સર હજુ સુધી મળ્યા નથી. આથી આગામી ઇંગ્લેન્ડ વિરુદ્ધની સિરિઝ દરમિયાન પાક. ક્રિકેટરો તેમની જર્સી પર શાહિદ અફ્રિદી ફાઉન્ડેશનનો લોગો લગાવીને મેદાને પડશે. આ સંબંધે પૂર્વ પાક. સુકાની શાહિદ અફ્રિદીએ ટ્વિટ કર્યું હતું કે અમને ખુશી છે કે શાહિદ અફ્રિદી ફાઉન્ડેશનનો લોગો પાકિસ્તાની ખેલાડીઓની કિટ પર હશે, કારણ કે અમે પીસીબીના ચેરિટી ભાગીદાર છીએ. પીસીબીને ધન્યવાદ, ખેલાડીઓને શુભેચ્છા. કોરોના મહામારીને લીધે પીસીબીની તિજરો તળિયા ઝાટક છે. ટીમ સ્પોન્સર માટે એક સોફટ ડ્રિંક્સ કંપની સાથે તેની સમજૂતી ચાલી રહી હતી પણ સમજૂતી ફાઇનલ થઈ શકી ન હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer