ધોનીનો જન્મદિન મનાવવા પંડયાબંધુ ખાસ વિમાનમાં રાંચી ગયા હતા

મુંબઇ, તા. 9 : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને તેનો મોટો ભાઇ કુણાલ પંડયા ચાર્ટર ફ્લાઇટથી મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિન મનાવવા મંગળવારે રાંચી પહોંચ્યા હતા. તા. સાતમીએ ધોનીનો જન્મદિન હતો. આથી પંડયાબંધુએ વડોદરાથી ખાસ વિમાનમાં ઉડાન ભરી હતી અને રાંચી સ્થિત ધોનીના ઘરે પહોંચ્યા હતા. બન્નેની સાથે કુણાલની પત્ની પંખુડી પણ હતી. હાર્દિકની પત્ની સર્બિયન મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે ન હોવાના રિપોર્ટ છે. રિપોર્ટ અનુસાર મંગળવારે સાંજે પ-00 વાગ્યે પંડયા બ્રધર્સ રાંચી વિમાની મથકે ઉતર્યાં હતા. ત્યાંથી 10 કિમી દૂર ધોનીના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકડાઉનના તમામ નિયમોનું પાલન કર્યું હતું. માસ્ક પહેરીને વિમાની મથકે પંડયાભાઇઓ બહાર નીકળ્યા હતા. ત્યાં પહેલેથી જ ધોનીના બે વાહન તેમની રાહમાં હતા. બન્ને ધોનીના ફાર્મ હાઉસમાં રાત પણ રોકાયા હતા. આ વાતની પુષ્ટિ વડોદરા ક્રિકેટ એસો.ના સીઇઓ શિશિર હતંગડીએ કરી છે. હાર્દિકે રાંચીની આ યાત્રાની જાણકારી બીસીસીઆઇના માધ્યમથી આઇસીસીને પણ કરી હતી. તેમનો આ પ્રવાસ 72 કલાકનો રહ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer