સુરક્ષા જવાનોનો જોમ જુસ્સો બુલંદ બનાવવા છેડાશે અનોખું અભિયાન

ભુજ, તા. 9 : નાગરિક સંરક્ષણ કચેરી- ભુજ, કચ્છમિત્ર ન્યૂઝપેપર અને લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા સરહદોની રક્ષા કરતા આપણા જવાનોનો હોંસલો બુલંદ થાય અને તેમની રક્ષા થાય તેવા ઉદ્દેશ્યથી `એક રાખી :?સરહદ સે સરહદ તક'નું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનમાં જોડાવા માગતા પરિવારોને આપણા સૈનિકો પ્રત્યેની આપની લાગણીને એક પત્ર અને રાખડી રૂપે કવરમાં નીચે જણાવેલા કલેક્શન પોઈન્ટ ઉપર પહોંચતા કરવા વિનંતી છે. દેશની સરહદોની રક્ષા કરતા પ્રહરીઓને તે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.  આપના દ્વારા તૈયાર કરવામાં આવતા કવર ઉપર આપનું નામ દર્શાવવું. કવરની અંદર માત્ર રાખડી (આપણો હેતુ માત્ર લાગણી વ્યક્ત કરવાનો છે જેથી રાખડીના મૂલ્ય, દેખાવ કે જથ્થાબંધ સંખ્યાનું મહત્ત્વ નથી.) અને આપની લાગણીનો પત્ર (હિન્દી/અંગ્રેજીમાં) રાખવા જણાવાયું છે.આપણે સૌ આપણા દેશની સૌથી વિકટ સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકોને અહેસાસ કરાવીએ કે સમગ્ર દેશ આપની સાથે જ છે અને આપની રક્ષા માટે સતત પ્રાર્થના કરી રહ્યો છે. ભુજમાં નાગરિક કન્ટ્રોલ રૂમ- ભુજ, અરુણભાઈ જોશી (સંસ્કાર નગર- ભુજ 98794 55919), હરિઓમ ટેલિકોમ (છઠ્ઠીબારી રિંગ રોડ), કચ્છમિત્ર ભવન, લાયન્સ હોલ (હોસ્પિટલ રોડ), લોગસ (જૈન ગુર્જરવાડીની બાજુમાં, વાણિયાવાડ), ટી-પોસ્ટ (જ્યુબિલી સર્કલ), સમીરભાઈ ભટ્ટ/આરતીબેન ભટ્ટ (માધાપર- 94290 11031)ને 20 જુલાઈથી રાખડી કવર પહોંચતા કરવા જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer