લાંબાં અંતરની બસો ગ્રામ્ય રૂટમાં ન થોભતાં મુશ્કેલી

ભુજપુર (તા. મુંદરા), તા. 9 : માંડવીથી ઉપડતી મુંદરા, અંજાર, ગાંધીધામ, અમદાવાદ, ગુજરાત, સૌરાષ્ટ્ર વિ. સ્થળે જતી એસ.ટી. બસો ગ્રામ વિસ્તારમાં ઊભી રહેતી ન હોવાથી પ્રવાસી વર્ગ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.કંઠી વિસ્તારના માંડવી-મુંદરા તાલુકાના ગામો કચ્છમાં તેમજ ગુજરાત, સૌરાષ્ટ્ર વિ. સ્થળોએ મોટાપાયે સામાજિક સંબંધો ધરાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં આવ-જાવ મુશ્કેલીરૂપ બની રહી છે. ખાનગી વાહનો ઠેરઠેર ઊભાં રહે છે. એસ.ટી. બસ ગ્રામ્ય વિસ્તારમાં ઊભી રહેતી ન હોવાથી શ્રમજીવી અને મધ્યમ વર્ગને મુસાફરી મોંઘી પડવા સાથે હાલાકી ભોગવવી પડતી હોવાથી સત્વરે ઉકેલની માગણી થઇ?છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer