તંદુરસ્તીના સંદેશા સાથે ભુજમાં સ્ટેપેથ્લોનની હરીફાઇ યોજાશે

ભુજ, તા. 9 : સાઈક્લોથોનના આયોજન બાદ આવતા રવિવારે તા. 12ના લાયન્સ ક્લબ, રોટરી વોલસિટી ક્લબ અને ભુજ રનર્સ ક્લબના સહિયારા આયોજન સાથે સ્ટેપેથ્લોનનું આયોજન કરાયું છે. ગૂગલ ફોર્મ મારફતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશેઅને બે કિ.મી. કે તેથી વધુ રનિંગ કરી મોબાઇલ એપ્સનો યુઝ?કરીને મેપ સાથેનો ફોટો 94293 42228 પર મોકલવાનો રહેશે. પૂર્ણ કરનાર દરેકને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે. સાઈક્લોથોનને મળેલા મોટા પ્રતિસાદ પછી ક્લબ સભ્યોનો ઉત્સાહ વધી ગયો છે. ત્રણેય ક્લબ દ્વારા આ આયોજનમાં વધુને વધુ લોકો જોડાય તે માટે માત્ર?કચ્છ જ નહીં પણ કોઇપણ જગ્યાએથી જોડાવવા માટે જણાવાઇ રહ્યું છે.સાઈક્લોથોનમાં જે રીતે વિદેશથી એન્ટ્રી આવી હતી તે રીતે સ્ટેપેથ્લોનમાં પણ લોકો જોડાઇ રહ્યા છે. અત્યાર સુધી 400 જેટલી એન્ટ્રી આવી ગઇ છે અને વધુ માહિતી માટે 98796 71800 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. આયોજકો તરફથી જોડાઇ રહેલા દરેકને સરકારના નિયમોનું પાલન કરવા તથા વ્યક્તિગત રીતે, સમૂહમાં જોડાયા વગર જ ભાગ લેવા માટે ખાસ જણાવવામાં  આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer