ભુજમાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુકો વિતરિત કરાઈ

ભુજ, તા. 9 : શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સત્યમ અને તાનારીરી મહિલા મંડળ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાંથી એકત્ર કરેલી નોટબુકો સાથે શૈક્ષણિક અન્ય સાધનો પણ આપવામાં આવ્યા હતા. મંજુલાબેન જણસારી દ્વારા નોટબુકો મળતાં તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દરમ્યાન સત્યમના ઉપક્રમે હરતા-ફરતા ચાલતા છાશ કેન્દ્રનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer