નાંદાથી ચોરાયેલી ત્રણ ભેંસ અંગે આઇ.જી.ના આદેશ બાદ ગુનો દર્જ

ગાંધીધામ, તા. 9 : રાપર તાલુકાના નાંદા ગામની સીમમાંથી ચોરી થયેલી રૂા. બે લાખની ત્રણ ભેંસ અંગે અંતે આઇ.જી.ને રજૂઆત કરાતાં પોલીસમથકે ગુનો નોંધાયો હતો. નાંદા ગામમાં રહેતા જયપાલસિંહ દિલુભા જાડેજાની ત્રણ તથા ગામના લાલા ખોડાભાઇ આહીરની છ ભેંસ - 1 આખલો દરરોજ ગામની સીમમાં લાલાભાઇ?લઇ જતા હતા. ગત તા. 21/6ના પણ તેઓ આ અબોલ જીવોને લઇ?ગયા હતા અને રાત્રે પરત આવ્યા હતા પરંતુ તા. 22/6ના આ અબોલ જીવો ન દેખાતાં ફરિયાદી જયપાલસિંહ અને લાલા આહીરે પગેરું મેળવવા શોધખોળ કરી હતી. તપાસ કરતાં આ જીવ પીપરાળા ચેકપોસ્ટ બાજુ ગયા હોવાનું ખૂલ્યું હતું જ્યાં ફરજ પર હાજર પોલીસને પૂછતાં અમુક ઇસમો બોલેરોમાં ત્રણ ભેંસ ભરી લઇ?ગયા હોવાનું ખૂલ્યું હતું. આ ભેંસ ચોરોને પોલીસે પડકારતાં તેઓ પોતાનું બાઇક અને અન્ય ભેંસોને મૂકીને ત્રણ ભેંસ ચોરી ગયા હતા. બચી ગયેલા જીવને સાંતલપુર પાંજરાપોળમાં મૂકી દેવાયા હતા તથા બાઇક નંબર જી.જે. 2 ડી.સી. 4954 સાંતલપુર પોલીસે કબજે લીધી હતી.આ અંગે ફરિયાદી ફરિયાદ કરવા જતાં તેમની ફરિયાદ લેવાઇ નહોતી. હદ નક્કી કર્યા બાદ કાર્યવાહી કરવા જણાવાયું હતું. દરમ્યાન, સમી તાલુકાના ચાંદ્રોડા ગામનો હારૂન ઉસ્માન નાગોરી સાંતલપુરમાં મેદુભાના વાડે આવ્યો હતો જ્યાં ફરિયાદીને ત્યાં બોલાવાયો હતો. હારૂને એક ભેંસ હયાત છે અને બે ભેંસની કતલ કરી નાખી હોવાનું કહી સમાધાન કરવા કહ્યું હતું પરંતુ ફરિયાદીએ ના પાડી હતી.અહીં સ્થાનિકે આડેસરમાં ફરિયાદ ન લેવાતાં ફરિયાદીએ આઇ.જી.ને રજૂઆત કરી હતી જ્યાં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ ઝીરો નંબરથી આડેસર પોલીસને મોકલી દેવામાં આવ્યો હતો.?રૂા. બે લાખની ત્રણ?ભેંસની ચોરીના આ બનાવમાં ભારે ચકચાર પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer