ગાંધીધામ સંકુલમાં કરાતા જાહેરનામા ભંગ અંગે પગલાં લેવાની રજૂ‰આત

ગાંધીધામ, તા.9 :આ શહેર અને સંકુલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રેસ્ટોરેન્ટ, કલબ, સ્વિમિંગ પુલ, ટી સ્ટોલ વગેરેના સંચાલકો દ્વારા નિયમોનું છડેચોક ઉલ્લંધન કરાતાં આ અંગે પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રકારનાં કોન્ફરન્સ હોલ, સ્વિમિંગ પુલ, કલબ સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ અપાયો હોવા છતાં આ શહેરમાં આવી પ્રવૃતિત્તઓ ધમધમી રહી છે. અહીંની નેકસસ કલબ દ્વારા રેસ્ટોરન્ટના બહાના હેઠળ કલબ, સ્વિમિંગ પુલ ચાલુ રખાતા હોવાનું પોલીસવડાને રવીન્દ્ર સબરવાલે એક પત્રમાં જણાવ્યું હતું. તેમજ બાજુમાં ઓમ કોસવેમાં આવેલી રાશનની દુકાનો, રેસ્ટોરેન્ટસ, ફ્રેન્ડસ કોર્નરમાં આવેલા કેફે કોફી ડે, અન્ય ફાસ્ટ ફૂડ રેસ્ટોરેન્ટ, ટી સ્ટોલ વગેરેમાં માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવતું નથી.સામાન્ય વ્યક્તિ ઉપર ડ્રોન કેમેરા, જાહેર તથા ખાનગી સી.સી. ટીવી કેમેરાના આધારે ગુના દાખલ કરવામાં આવે છે ત્યારે વગદાર લોકો સામે કેમ કેસ કરાતા નથી. આ તમામ જગ્યાઓ પોલીસવડાની કચેરીની નજીક આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. આ પત્રમાં જણાવ્યા મુજબ સ્થાનિક કર્મીઓ કાર્યવાહી કરવા ગયા હતા, પરંતુ ઉપરથી ફેન આવી જતાં કાર્યવાહી કર્યા વગર જ તેમને પરત જવું પડયું હતું. આવી દુકાનોના સી.સી. ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસી નિયમોનું ઉલ્લંધન કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધવા માંગ કરાઇ હતી. તેમજ બેદરકારી દાખવવા બદલ સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. જો આ કામગીરી કરાય તો લોકહિતમાં કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ આ પત્રમાં આપવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer