અંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા

અંજારમાં કોર્ટના સ્ટાફ કવાર્ટર્સને સેનિટાઇઝ કરાયા
અંજાર, તા. 8 : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાના લીધે ભારતમાં સંક્રમણની સંખ્યા સતત વધી રહી છે ત્યારે અંજારના પ્રિ. સિનિયર સિવિલ જજ વી.કે. બંસલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અંજારના પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશી, મામલતદાર એ.બી. મંડોરી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયા, અંજાર શહેર પી.આઇ. એ.જી. સોલંકી તથા તેમની સમગ્ર ટીમ, ચીફ ઓફિસર સંજય એસ. પટેલ, અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશ વી. ઠક્કર, ઉપપ્રમુખ  ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજીભાઇ કે. સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેનીભાઇ આર. શાહ, સેનિટેશન ચેરમેન દીપક આર. આહીરના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકાના કચેરી અધીક્ષક ખીમજી પાલુભાઇ સિંધવ, ગુમાસ્તાધારા ઇન્સ્પેકટર રમેશ પી. મસુરિયા, સેનિટેશન ઇન્સ્પેકટર તેજપાલ એમ. લોચાણી, રશ્મિ જી. ભીન્ડે, મુસ્તાક તુર્કએ તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ટના સ્ટાફ કવાર્ટર્સ સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer