ભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર

ભુજની હોસ્પિટલમાં 1001 વૃક્ષનું વાવેતર
ભુજ, તા. 8 : લાયન્સ ક્લબ ભુજ ક્વીન્સ દ્વારા 1001 વૃક્ષારોપણ કાર્યક્રમ અને વૃક્ષ મહત્તા સ્લોગન બેનર અર્પણ કાર્યક્રમ દ્વારા ક્લબ પ્રમુખ પ્રજ્ઞાબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. પીડીજી ભરતભાઈ મહેતા તથા મીનાબેન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભુજ શહેરના પ્રથમ નાગરિક લતાબેન સોલંકી તથા નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર અતિથિ વિશેષ રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત અગ્રણી સ્વ. તનસુખભાઈ જોશીને શ્રદ્ધાંજલિ તેમના નામે વૃક્ષ વાવીને આપવામાં આવી હતી. તેઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના પ્રાંગણમાં 1001 વૃક્ષ વાવેતર મહેમાનો તથા પ્રમુખ પ્રજ્ઞાબેન ઠક્કર, વ્યોમાબેન મહેતા તથા ક્લબના સભ્ય બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષોની મહત્તા અને ઉપયોગિતા દર્શાવતા સ્લોગન બેનર અર્પણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પર્યાવરણના સંરક્ષણ માટે બર્ડ ફીડરનું પણ વિતરણ કરાયું હતું. મંત્રી યોગિતાબેન હાથી, ખજાનચી નીતાબેન માંડલિયા, રેખાબેન વોરા, સુશીલાબેન આચાર્ય, રીટાબેન છાટપાર, કુસુમબેન માણેક, જસુબેન વેગડ, ઈન્દિરાબેન શાહ, રચના શાહ, ધનાબેન ભટ્ટ, નયનાબેન દોશી સહયોગી રહ્યાં હતાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer