માંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત

માંડવીની યુવતી અમદાવાદમાં કોરોના વોરિયર તરીકે સેવારત
ભુજ, તા. 7 : સમસ્ત કચ્છ-સૌરાષ્ટ્રની અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રથમ મહિલા ગાયનેક ડોકટર તિથિ જોષી હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં સેવા આપી રહ્યાં છે. ગોલ્ડ મેડાલિસ્ટ ડો. તિથિ જોષી, માંડવી-કચ્છના વતની તથા હાલમાં તાતા પાવર, મુંદરા ખાતે સેવા આપતા અસીમ જોષીની પુત્રી છે. માંડવીની શેઠ ગુ.વી. કોલેજના ભુ.પૂ. પ્રોફેસર એલ. કે. જોષીના પૌત્રી છે. યુનિવર્સિટી ફર્સ્ટ ફાઈવમાં આવીને ગોલ્ડ મેડલ સાથે એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને હાલે અમદાવાદની પ્રખ્યાત બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના વોરીયર તરીકે સેવા આપે છે. જે માંડવી તથા કચ્છ જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે તેમજ કોરોના વોરીઅર તરીકે સેવા બદલ ડો. તિથિ જોષીના પરિવારજનો તથા સગા-સંબંધીઓ  દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer