આરટીઓ કચેરીનું નેટ ઠપ થતાં આવતીકાલ સુધી કામગીરી બંધ

ભુજ, તા. 8 : અહીંની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) સંપૂર્ણ ઓનલાઈન કાર્યરત થયા બાદ ફરી એક વખત ઈન્ટરનેટ બંધ પડી જતાં મોટાભાગની કામગીરી ઠપ થઈ છે. દરમ્યાન, આરટીઓ દ્વારા કાચાં લાયસન્સ સિવાયના વાહન સંબંધિત અને અન્ય ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત  તમામ કામગીરી 10 જુલાઈ સુધી બંધ રહેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આરટીઓની એક યાદી અનુસાર ભુજ કચેરી ખાતે બીએસએનએલના ઈન્ટરનેટ કનેક્શનની મહત્ત્વની રિપેરિંગ કામગીરી હાથ ધરવાની હોવાથી 10 જુલાઈ સુધી માત્ર કાચા લાયસન્સ ધરાવતા અરજદારોની ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ચાલુ રહેશે. યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે કાચાં લાયસન્સ ધરાવતા અરજદારો એપોઈન્ટમેન્ટ મેળવીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે જ્યારે વાહન સંબંધિત અને ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત અન્ય કામગીરી 10 જુલાઈ સુધી બંધ રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer