હાજીપીર વિસ્તારમાં તીડ દેખાતાં ચિંતા

નરા (તા. લખપત), તા. 8 : હાજીપીરથી ઉત્તર દિશાના રણ વિસ્તારમાં આવેલી કંપની આસપાસ તીડનું ઝૂંડ દેખાતાં ગામના ખેડૂતોના ઊભા પાક પર જોખમ સર્જાયું છે. ખબરપત્રી શંકર મહેશ્વરીએ ઉમેર્યું હતું કે, આ તીડ હાજીપીર નરા વિસ્તાર તરફ આક્રમણ કરે તેવી સંભાવનાનાં પગલે લોકો સચેત થયા છે. તો મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, તલ અને લૈયારીમાં પણ માલધારીઓનાં બાળકોએ તીડ જોયાનું સમર્થન આપ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer