કચ્છના સિંચાઈના કુલ 292 કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ભુજ, તા. 8 : કચ્છના તાલુકાઓમાં તળાવો ઊંડા ઉતારવા,બનાવવા તથા રિપેરિંગ કરવા તેમજ ડેમ સેફટીનાં કામો અર્ધન બંડના રેસ્ટોરેશન વર્ક, વિવિધ સિંચાઇ યોજનાઓની નહેરોની મરામત તેમજ ચેકડેમ રિપેરિંગ વિગેરે કુલ 292 કામોની વર્ષ 2019-20માં રૂપિયા વીસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સૈદ્ધાંતિક મંજૂરી અપાયેલાં કામોમાં ભચાઉ, નખત્રાણા, ભુજ અને લખપત તાલુકાનાં તળાવ બાંધકામની સૈદ્ધાંતિક મંજૂરી રૂા. 73.95 લાખ, અંધૌ ગામે ભુજ તાલુકાના જુણસવાંઢ તળાવ બાંધવાનું કામ રૂા. 15.35 લાખ, ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે મોટા રિવર ચેકડેમની મરામત રૂા. 2.00 લાખ, નખત્રાણા, લખપત, ભુજ, અબડાસા, માંડવી, મુંદરા, અંજાર, નાની સિંચાઇ યોજનાના 49 કામો રૂા. 87.18 લાખ, ભુજ હસ્તકની 134 નાની સિંચાઇ યોજનાઓ ડેમ સેફટી અને ફલડની કામગીરી માટે આઉટસોર્સિંગથી મજૂરો રાખવા રૂા. 34.16 લાખ, મધ્યમ સિંચાઇ યોજનાઓ તથા લેબોરેટરી પર રોજમદારોને આઉટસોર્સિંગથી રાખવા રૂા. 54.81 લાખ, રાપર, ભચાઉ, અબડાસા 21 નાની સિંચાઇ યોજનાની નહેરોમાં મરામતની કામગીરી રૂા. 25.98 લાખ, અબડાસા તાલુકાની બેરાચિયા સિંચાઇ યોજનાની કેનાલ મરામતના કામો રૂા. 9.68 લાખ, રાપર તાલુકાના બેલા ગામનાં બે તળાવોની સુધારણા રૂા. 14.41 લાખ, અબડાસા તાલુકાના જંગડિયા તથા મીઠી સિંચાઇ યોજનાના કેનાલ મરામતનાં કામ રૂા. 22.4 લાખ, અબડાસા તાલુકાના કનકાવતી સિંચાઇ યોજનાના કેનાલ મરામતનાં કામો રૂા. 18.46 લાખ, રાપર તાલુકાના રામવાવ ગામે ડાયા સ્ટોરેજ તળાવ બાંધકામનું કામ રૂા. 46.42 લાખ, કીડિયાનગર રાપર તાલુકામાં ભડલાવાળું નવું તળાવ રૂા. 25.3 લાખ, ભુજ, માંડવી તથા રાપર તાલુકાના એસ.સી.એસ.પી. કામો રૂા. 34.5 લાખ, ભુજ તાલુકાના તળાવ સુધારણાના 4 અને નવા 7 તળાવ બનાવવાના રૂા. 70 લાખ, ભચાઉ, રાપર તળાવ સુધારણાનાં કામો રૂા. 30 લાખ, ભુજ, લખપત અને નખત્રાણા તાલુકાના નરા, ગોધાતડ, મથલ, સાનધ્રો અને નિરોણા મધ્યમ સિંચાઇ યોજનાના પાંચ કામો રૂા. 151.86 લાખ, માંડવી તાલુકાના ચેકડેમનાં કામો રૂા. 18.98 લાખ, અબડાસામાં ડેમ સેફટી વર્ક અને બેરાચિયા મીડિયમ ઈરિગેશન સ્કીમનાં કામો રૂા. 10.70 લાખ, રાપર તાલુકાના થોરિયારી ગામે તળાવવાળી સીમમાં ઓઢવાળું તળાવ રૂા. 32.95 લાખ, અબડાસાના ડેમ સેફટી વર્ક ઓફ કનકાવતી મીડિયમ ઈરિગેશન રૂા. 26.13 લાખ, ભુજ તાલુકાના રેસ્ટોરેશન વર્ક અર્ધન બંડ એન્ડ બર્મ એટ રુદ્રમાતા મીડિયમ ઈરિગેશન સ્કીમ ઓફ ભુજ રૂા. 31.55 લાખ, અબડાસા તાલુકામાં ડેમ સેફટી વર્કઓફ મીઠી સિંચાઇ યોજના રૂા. 19.00 લાખ, લખપત તાલુકાની નરા મધ્યમ સિંચાઇ યોજના વેસ્ટવિયર રિસ્ટોરેશન રૂા. 54.01 લાખ, ભચાઉ, માંડવી, ભુજ અને અબડાસા તાલુકાનાં તળાવ સુધારણાનાં 3 કામ રૂા. 37.73 લાખ, મુંદરા, માંડવી, રાપર, ભુજ, નખત્રાણા તાલુકાના 26 તળાવ સુધારણાનાં કામો રૂા. 28.92 લાખ, રાપર તાલુકાના ખાનપર ગામે તળાવ સુધારણાનું કામ રૂા. 25.2 લાખ, ભુજ અને રાપર તાલુકામાં પાંચ નવા તળાવના બાંધકામનાં કામો રૂા. 86.06 લાખ, રાપર ગામે હમીરપર મોટી ગામે લોકિયા-2 તળાવ અને સીંધિયાવાળું તળાવ રૂા. 51.09 લાખ, ભચાઉ તાલુકાના ઘરાણા ગામે તળાવ સુધારણાનું કામ રૂા. 19.28 લાખ, ભુજ તાલુકાના કન્સ્ટ્રકશન ઓફ શ્રી હરિ સ્ટોરેજ ટેન્ક વેસ્ટવિયરનિયર વિલેજ સામત્રા ઓફ ભુજ તાલુકા રૂા. 23.09 લાખ, નખત્રાણા તાલુકાના બિબ્બર ગામે જાબરી નદી પર બિબ્બર રિચાર્જ ટેન્ક બનાવવા રૂા. 201.33 લાખ સહિતનાં કામો માટે કુલ 292 કામો માટે રૂા. 20 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કચ્છના રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને રજૂઆત કરતાં તેમણે આ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ધ્યાને મૂકતાં આ બંને મહાનુભાવોએ આવી માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આમ સૈદ્ધાંતિક મંજૂરી મળતાં સિંચાઈનાં કામો ઝડપથી પૂર્ણ થઈ શકશે, પરિણામે ધરતીપુત્રો વધુ પાકનું ઉત્પાદન કરી શકશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer