મુંદરા બંદરે ચાઇનાથી આવતા કન્ટેનટરનું ક્લીયરિંગ શરૂ

મુંદરા, તા. 8 : ચીનની ચીજ-વસ્તુના બહિષ્કારનાં પગલે ચાઇનાથી આવતા કન્ટેનરોને મુંદરા બંદરે અટકાવવામાં આવ્યા હતા. જેથી 2500 જેટલા કન્ટેનરોનો ભરાવો સ્થાનિકે થયો હતો. કસ્ટમના સત્તાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું કે આજથી ચાઇનાના કન્ટેન્ટરોને રિલીઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, સી.એફ.એસ.ની કોમ્પ્યુટર સિસ્ટમમાં સતત એરર અને ટેકનિકલ પ્રશ્ન આવવાથી કામગીરી ધીમી પડી છે. ચીન સરહદ ઉપર લશ્કરી તનાવ ઘટવાની સાથે પરિસ્થિતિને સામાન્ય બનાવવાના ભાગરૂપે મુંદરા ઉપરાંત દેશના અન્ય બંદરો ઉપરથી પણ ચાઇનીઝ માલના ભરેલા કન્ટેનરોને છૂટા કરવાની કામગીરીના મૌખિક આદેશો છૂટયા છે. આયાતકારોને ભારે નુકસાની ભોગવવી પડી છે. તેમ આયાતકારોએ ચીનથી માલ મગાવવાના ઓર્ડર પણ આપ્યા બાદ ત્યાંથી તો માલ રવાના થઇ ગયો પરંતુ દેશના બંદરો ઉપર માલને મૌખિક સૂચનાથી કસ્ટમ તંત્રે અટકાવી દેતાં કફોડી પરિસ્થિતિ નિર્માણ થઇ હતી. જે કન્ટેનરો અટકેલા પડયા છે તેને ક્લીયર કરવામાં પણ સમય લાગી જશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer