ગાંધીધામની પાઇપ ચોરી અંગે અંતે પોલીસ ફરિયાદ દાખલ

ગાંધીધામ, તા. 8 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં પાલિકાના ઠેકેદાર હસ્તકના પાઇપલાઇન ચોરી બાબતે અંતે આજે પોલીસ મથકે ફરિયાદ થઇ હતી. અહીંની નગરપાલિકામાંથી પીવાના પાણીની લાઇન નાખવા માટે કોન્ટ્રાક્ટ લીધો છે તેવારમેશ કેયણાજી રાજપૂતે આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાણીની લાઇન નાખવા માટે આ ફરિયાદીએ પાલિકામાંથી રૂા. 1,09,890ના 37 પીવીસી પાઇપ ઉપાડયા હતા. ગુરુકુળ વિસ્તારમાં પ્લોટ નં. 224 મકાન નંબર 05 વોર્ડ-10-એ પાસેથી કામ શરૂ કરવાનું હોવાથી આ ઠેકેદારે અહીં પાઇપ ઉતાર્યા હતા. ગત તા. 4/7ના આ પાઇપ ત્યાં જ હતા, પરંતુ તા. 5/7ના સવારે કામ શરૂ કરવાનું હોવાથી આ જગ્યાએ જોતાં પાઇપ ગુમ જણાયા હતા. આ બનાવને પગલે પાલિકામાં  અંદરો અંદર ભારે ગણગણાટ થયો હતો.ફરિયાદીએ આ પીવીસી પાઇપની તપાસ કરતાં તે ક્યાંય ન મળતાં આજે આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાવાયો હતો. રૂા. 1,09,890ના આ 37 પાઇપની કોણે ચોરી    કરી હશે તેની હવે આગળની તપાસ પોલીસે આદરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer