રાપરના અયોધ્યાપુરીમાં પાંચ કેસ નીકળતાં ભય

રાપર, તા. 8 : રાપરના અયોધ્યાપુરીના એક જ વિસ્તારના પાંચસો મીટર જેટલાં અંતરમાં જ પાંચ-પાંચ કોરોના પોઝિટિવ કેસ નીકળતાં રહેવાસીઓના જીવ તાળવે ચોંટયા છે. ત્રણ પિતા-પુત્ર એક જ ઘરમાંથી અને એક તબીબ ઉપરાંત એક વૃદ્ધ મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જે તમામ એક જ વિસ્તારના રહેવાસી છે. આ વૃદ્ધાના પુત્ર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એવા મુકેશભાઇ ઠક્કર તેમના માતાને બીમારી સબબ અમદાવાદ લઇ ગયેલા જ્યાં કોરોનાનો રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યો હોવાનું કહ્યું હતું. જાગૃત એવા મુકેશભાઇએ આરોગ્ય ખાતાંને રાત્રે જ જાણ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. અલબત્ત સવારના 9-30 વાગ્યા સુધી કોઇ આરોગ્ય ખાતાંએ દરકાર કરી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer