કચ્છના વણકર ભાઇઓને ડિઝાઇન આપવાથી માંડી બજાર ક્ષેત્રે મદદ

કચ્છના વણકર ભાઇઓને ડિઝાઇન આપવાથી માંડી બજાર ક્ષેત્રે મદદ
ભુજ તા. 7 : ગાંધીનગર અને એચ. એસ. બી. સી.ના સંયુકત ઉપક્રમે હેન્ડ મેડ ઇન ઇન્ડિયા નામનો પ્રોજેકટ આપણા કચ્છમાં ચાલી રહ્યો છે. જેમાં વણકરોને ડિઝાઇન ડેવલપમેન્ટથી કરીને માર્કેટ સાથે જોડાણ કરવામાં ટ્રેનિંગ દ્વારા ટેકો આપી રહ્યા છીએ. હાલમાં એચ. એમ. આઇ. પ્રોજેકટ હેઠળ કચ્છના 25થી વધારે ગામમાં 52 જેટલા ટ્રેનિંગ સેશન અલગ અલગ વિષય ઉપર આપવામાં આવ્યાં છે. જેનામાં મુખ્યત્વે વણકર ભાઇઓના વિકાસ માટે તેમને નાણાકીય સમાવેશ/ઓનલાઇન માર્કેટિંગ/ નેચરલ ડાઇંગની તાલીમ/ ડિઝાઇન માટેની કલર થિયેરી  તથા એકિઝબિશન દ્વારા આર્ટિસનને માર્કેટ જોડાણ કઇ રીતે કરવું તે બધામાં તેઓને ટેકો આપી રહ્યું છે. આવનારા સમયમાં સંસ્થા દ્વારા વધારે ટ્રેનિંગ સેશન અને વણાટ કામને અલગ જ દિશા આપવા માટે સંસ્થા પ્રતિબદ્ધ છે. જેના અંતર્ગત કોટાય (તા. ભુજ)માં માનદ્ ડિઝાઇનર દ્વારા કલર કોમ્બિનેશન /કલર થિયરી ઉપર પ્રેક્ટિકલ વર્ક સાથેની ઊંડી સમજ આપવામાં આવી હતી. વણકર મિત્રોએ ભાગલીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer