ભુજ પશુ હોસ્પિટલની અબોલ જીવોની સેવાથી અધિકારી વર્ગ થયો પ્રભાવિત

ભુજ પશુ હોસ્પિટલની અબોલ જીવોની સેવાથી અધિકારી વર્ગ થયો પ્રભાવિત
ભુજ, તા. 7 : જીવદયા ક્ષેત્રે સુપાર્શ્વ જૈન સેવા મંડળની અબોલ જીવની સેવાની જ્યોત અવિરત જલતી રહે છે. અનેક દાતાઓ સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ કલાપૂર્ણસૂરી કરૂણાધામ અમરસન્સ (બાન્દ્રા) પશુ હોસ્પિટલમાં મૂંગા જીવોની સેવા નિહાળી ટીમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. બુધવારે કચ્છ ડીડીઓ પ્રભવભાઈ જોષી, પ્રાંત અધિકારી મનીષભાઈ ગુરવાની, પ્રોબેશન આઈએએસ નિધિ, પ્રોબેશન આઈએએસ રામનિવાસ બુગાલીય, પશુપાલન અધિકારી ડો. કે. જી. બ્રહ્મક્ષત્રિય, ડો. એચ. એમ. ઠક્કર સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ કલાપૂર્ણસૂરિ કરૂણાધામ અમરસન્સ (બાન્દ્રા) પશુ હોસ્પિટલની મુલાકાત લઈ આધુનિક સાધનોથી ઘાયલ અને બીમાર પશુઓની કેવી દેખભાળ કરાય છે તેની માહિતી મેળવી હતી.મુલાકાત સમયે મંડળના પ્રમુખ કૌશલ મહેતા, મંત્રી સમીર શાહ, મેનેજર પ્રકાશભાઈ ઢીલા સંસ્થાના વેટરનરી ડો. મયંક પરવારી, ડો. જિજ્ઞાસા તથા મેડિકલ સ્ટાફ દ્વારા અલગ-અલગ વિભાગોમાં થતી સારવાર અંગે માહિતી અપાઈ હતી.સંકુલમાં નાના-મોટા ઓપરેશન થિયેટરો, એનેસ્થેશિયા મશીન, સી-આર્મ સિસ્ટમ સોનોગ્રાફી વિભાગ, એક્સ-રે વિભાગ, ડોગ સ્પા., લેબોરેટરી, ફિઝિયોથેરાપીના સાધનો સાથે 1100 બીમાર પશુની સારવાર અને વ્યવસ્થા નિહાળી ટીમને અભિનંદન અપાયા હતા. મહેમાનોનું સન્માન કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer