કોરોનાથી બચવા લોકજાગૃતિ અર્થે દીવાલો અને માર્ગો પર ચિત્રો-સૂત્રો

કોરોનાથી બચવા લોકજાગૃતિ અર્થે દીવાલો અને માર્ગો પર ચિત્રો-સૂત્રો
ભુજ, તા. 7 : વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા લોકોમાં જાગૃતતા આવે તેવા આશયથી નેહરુ યુવા કેન્દ્ર-ભુજ દ્વારા કોવિડ-19 પ્રોગ્રામ અંતર્ગત જાહેર માર્ગો અને દીવાલો પર સૂત્રાત્મક લખાણો અને ચિત્ર દોરવાની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર, ભુજ દ્વારા જિલ્લા યુવા સંયોજક રચનાબેન વર્માના નેતૃત્વમાં કોવિડ-19 પ્રોગ્રામ અંતર્ગત વોલ પેઈન્ટિંગ અને સ્લોગન - લૂક નહીં લાઈફ જરૂરી, યુઝ માસ્ક, સ્ટે હોમ સ્ટે સેફ જેવાં લખાણો નખત્રાણા, મુંદરા, લખપત અને ભુજમાં કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા નખત્રાણા તાલુકાના નેશનલ યૂથ વોલિંટીયર પૃથ્વીરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, મુંદરા તાલુકાના રવિરાજસિંહ જાડેજા, નારાણભાઈ શાખરા, લખપત તાલુકાના વિજયભાઈ ગઢવી, ભુજ તાલુકાના નેશનલ યૂથ વોલિંટીયર દિપેશભાઈ ભાનુશાલી તથા સંજયભાઈએ જહેમત ઉઠાવી હતી. કોરોનાના સ્ટીગ્મા હટાવવા અને મહામારી કોરોના વિશે જાગૃતતા ફેલાવવા માટે આ કોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મંડળો અને જનતા દ્વારા વોલ પેઈન્ટિંગ અને સ્લોગન કાર્યને આવકારીને જાગૃતતા કાર્યને ફેલાવવામાં મદદ કરી રહ્યા છે, તે આવકારદાયક હોવાનું નેહરુ યુવા કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer