ઝોનવાર સરેરાશ વરસાદમાં કચ્છ રાજ્યમાં મોખરે

ભુજ, તા. 7 : લો પ્રેશર સિસ્ટમની અસરતળે સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ માગ્યા મેહ વરસી રહ્યા છે ત્યારે ઝોન વાઈઝ સરેરાશ વરસાદમાં કચ્છ રાજ્યમાં મોખરાનાં સ્થાને પહોંચવા સાથે માંડવીમાં સરેરાશ વરસાદની ટકાવારી 127 ટકા પર પહોંચી ગઈ છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં આજે સવાર સુધી નોંધાયેલા  આંકડા મુજબ કચ્છ જિલ્લામાં 412 મિ.મી.ની સરેરાશ સામે અત્યાર સુધી 250 મિ.મી. એટલે કે 60.80 ટકા વરસાદ વરસી ચૂકયો છે. કચ્છમાં તાલુકાવાર પડેલા સરેરાશ વરસાદ પર નજર કરીએ તો માંડવીમાં સૌથી વધુ 127 ટકા વરસાદ અત્યાર સુધી વરસી ચૂકયો છે. રાપરમાં 60.13 ટકા, અંજારમાં 61.78 ટકા, ભુજમાં પ8.10 ટકા, મુંદરામાં 87.23 ટકા, ભચાઉમાં 49.79 ટકા, ગાંધીધામમા પ4.86 ટકા, નખત્રાણામાં 41.56 ટકા, અબડાસામાં 33.33 ટકા અને લખપતમાં સૌથી ઓછો 17.96 ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે.જિલ્લાના 10 તાલુકા પૈકી માંડવીમાં 100 ટકા જ્યારે પાંચ તાલુકા એવા છે કે જેમાં પ0 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે. 30 ટકાથી ઓછો વરસાદ જિલ્લાના માત્ર એક તાલુકામાં પડયો છે.ભચાઉમાં સોમવાર સુધી સરેરાશ વરસાદની ટકાવારી 10 ટકાથી ઓછી હતી પણ 24 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસતાં અહીં સરેરાશ ટકાવારી પ0 ટકાની નજીક પહોંચી ગઈ છે. એઁજ રીતે મુંદરામાં ભારે વરસાદથી સરેરાશ ટકાવારી 90 ટકા નજીક પહોંચી છે. એ જ રીતે મુંદરામાં ભારે વરસાદથી સરેરાશની ટકાવારી 90 ટકા નજીક પહોંચી છે. જ્યારે જિલ્લાવાર જોવા જઈએ તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં 10પ ટકા પડયો છે, પછી પોરબંદરમાં 79 અને જામનગરમાં 73 ટકા પછી ચોથા ક્રમે કચ્છમાં 60 ટકા વરસાદ વરસ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer