મોથાળાની પાપડીમાં બોલેરો જીપ તણાઇ : ચાર જણનો થયો બચાવ

ભુજ, તા. 7 : અબડાસાના મોથાળા ગામમાં પ્રવેશતી પાપડીમાં ઉપરવાસના વરસાદી પાણીમાં વહેતી બોલેરો જીપને  ખેંચી જતાં જીપમાં ચાર જણ એક તબક્કે પાણીમાં ફંગોળાઇ ગયા હતા. બાદમાં ગ્રામજનોએ બચાવ્યા હતા.મોડી સાંજે  અંધારામાં બોલેરો જીપ લઇને ગામમાં જતા રાજેશ ભાનુશાલી તથા તેના બે પુત્ર, એક મજૂર સાથે પાપડીમાં ગાડી નાખી હતી. પણ ભારે  પાણી હોવાથી જીપ ખેંચાઇ ગઇ?હતી પણ ગાર્ડ સ્ટોનમાં ફસાઇ જતાં પાછળ આવતી ગાડીમાં  ગામના અન્ય લોકોએ  દોડાદોડી કરી મોટી ટ્રક લઇને બંને છેડે દોરડા બાંધી ચારેય જણને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા. જીપની બરાબર પાછળ આવતા સામે છેડે અટકી ગયેલા મહેશ ભાનુશાલીએ ગ્રામજનોને બોલાવી મદદ કરી હતી. ગામના અગ્રણી ભરત ઠક્કર વગેરે દોડી આવીને ચારેય જણને બચાવ્યા હતા. ગ્રામજનોએ અહીં પુલ બનાવવાની જૂની માગણી ફરી દોહરાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer