ધોની 39 વર્ષનો થયો : ચાહકોને વાપસીનો ઇંતઝાર

નવી દિલ્હી, તા.7: ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ સુકાની અને લોકપ્રિય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની 39 વર્ષનો થઇ ગયો છે. ધોનીને આજે તેના જન્મદિન પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. પાછલા 16 વર્ષથી ભારતીય ક્રિકેટમાં છવાયેલા રહેનાર ધોનીએ લગભગ એક વર્ષથી ક્રિકેટ રમ્યું નથી. તે છેલ્લે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં મેદાનમાં ઉતર્યો હતો. કોરોના મહામારીને લીધે આઇપીએલ સ્થગિત છે. આથી ધોનીની વાપસી પણ ઘોંચમાં પડી છે. ધોની મેદાન પર કયારે વાપસી કરશે તેના ઇંતઝારમાં ચાહકો છે.ધોનીના જન્મદિને અભિનંદન આપતા પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ હતું કે માહી શ્રેષ્ઠ ક્રિકેટર છે. તે ફકત બેસ્ટ ફિનિશર જ નહીં મહાન ખેલાડી પણ છે. જયારે કેપ્ટન કોહલીએ ટિવટ કર્યું કે ધોની ફિટ રહે તેવી શુભકામના. સેહવાગે ધોનીની સરખામણી સુપરસ્ટાર સાથે કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer