મુંદરા નજીકના ક્રીક વિસ્તારમાં ગેરકાયદે માછીમારી બદલ પાંચ જણની ધરપકડ

ભુજ, તા. 7 : મુંદરા નજીકના દરિયાઇ અને ક્રીક વિસ્તારમાં પ્રતિબંધના નિયમનો ભંગ કરીને માછીમારી કરી રહેલા અલશહીદ બાદશાહ નામની બોટના પાંચ ખલાસીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ દરિયાઇ અને ક્રીક વિસ્તારમાં જવા ઉપર આગામી તા. 31મી જુલાઇ સુધી પાબંદી લાગુ કરવામાં આવી છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પડાયું છે. આ વચ્ચે આ પાંચ માછીમાર પકડાયા હતા. મુંદરા મરીન પોલીસ દ્વારા તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer