ભચાઉમાં ધરણા કરી રહેલા 12 જણની થઇ અટક

ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના ખેડૂતોએ ન્યાયની માંગ સાથે મામલતદાર કચેરીમાં ધરણા કરતાં પોલીસે 4 મહિલા સહિત 12 લોકોની અટકાયત કરી હતી. ભચાઉની મામલતદાર કચેરીમાં ન્યાયની માગણી સાથે 12 જેટલા લોકોએ ધરણા કર્યા હતા. કોઇપણ પૂર્વ પરવાનગી કે મંજૂરી વગર આ ધરણા કરાતાં પોલીસ ત્યાં પહોંચી આવી હતી. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સંક્રમણની સંભાવના હોવાનું જાણવા છતાં આ લોકોએ  ધરણા કરતાં પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer