ભુજના છેડતી સહિતના એ કિસ્સામાં પ્રતિ ગુનો દાખલ

ભુજ, તા. 7 : શહેરમાં ભાનુશાલીનગર પછવાડે રઘુવંશીનગર વિસ્તારમાં ગઇકાલે બનેલા છેડતી સહિતના કિસ્સામાં સામાપક્ષ દ્વારા પણ આજે હુમલાની પ્રતિફરિયાદ દાખલ કરાવાઇ હતી. આ ઘટનામાં સમાધાનની વાતો વચ્ચે લાકડી વડે આરોપીઓએ કરેલા હુમલામાં બાળકી સહિતના બે જણ ઘવાયા હોવાનું આ પ્રતિફરિયાદમાં લખાવાયું છે. આરોપીઓએ પથ્થરમારો કર્યાનું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનું ફરિયાદમાં લખાવાયું છે. ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer