રામપર વેકરાના એટ્રોસીટી કેસમાં આગોતરા નામંજૂર

ભુજ, તા. 7 : માંડવી તાલુકાના રામપર વેકરા ગામના મિલકત ખાલી કરાવવા માટે ધાકધમકી અને જાતીય રીતે અપમાનિત કરવા સંબંધી ફોજદારી કેસમાં આરોપી જેઠાલાલ શામજી રાબડિયા માટે કરાયેલી આગોતરા જામીનની માગણી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી.  આ પ્રકરણમાં રામપર ગામના સુરેશ કાનજી સંજોટે ફરિયાદ લખાવી હતી. આરોપી માટે મુકાયેલી આગોતરા જામીનની અરજીની ઓનલાઇન વીડિયો કોન્ફરન્સ સુનાવણી સેશન્સ અદાલત સમક્ષ થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.  આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી હેમાસિંહ ચૌધરી, ઐશ્વર્યા ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer