અબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ

અબડાસામાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે બેઠકમાં દૃઢ સંકલ્પ
નલિયા, તા. 4 : વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવા શક્તિકેન્દ્રોથી માંડી જિલ્લાના મંડળો સુધી નાના-મોટા કાર્યકરોએ દૃઢ સંકલ્પ કર્યો છે તેવું અબડાસા વિધાનસભા બેઠક માટે ભાજપના નિરીક્ષક તરીકે નિયુક્ત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ અહીં જણાવ્યું હતું. તેમણે અબડાસા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જ હોવાનો પુનરોચ્ચાર કરી કાર્યકરોએ તેમને જીતાડવા સંકલ્પ કર્યો હોવાનું ફરી જણાવ્યું હતું. નલિયા ખાતે વી.આર.ટી.આઇ. કેમ્પસમાં યોજાયેલી પક્ષના કાર્યકરોની સંકલન બેઠકમાં તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમની સાથે પ્રદેશ મહામત્રી કે.સી. પટેલ અને રાજ્યમંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પણ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દારો પ્રમુખ કેશુભાઇ પટેલ, અનિરુદ્ધ દવે, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ, અબડાસા પ્રભારી પ્રવીણસિંહ વાઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વાડીલાલ પટેલ, આભારવિધિ હિંમતસિંહ જાડેજાએ કરી હતી. સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો, તા.પં. પ્રમુખ અજબાઇ ગોરડિયા, માજી ભાજપ પ્રમુખ ઉમરશી ભાનુશાલી, છત્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ, તા.પં. ઉપપ્રમુખ હકુમતસિંહ જાડેજા, સદસ્ય જયદીપસિંહ, તા. મહામંત્રી હિંમતસિંહ, કાનજીભાઇ ગઢવી, શૈલેન્દ્રસિંહ, મહાવીરસિંહ, વિક્રમસિંહ (વિંઝાણ), અલ્લાના સુમરા, પરેશ ભાનુશાલી, ભરતસિંહ, ગુલાબ કટુઆ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer