ઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી નિયુકત

ઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી તરીકે ગાંધીધામના અગ્રણી  નિયુકત
ગાંધીધામ,તા.4: ઈન્ટુક પોર્ટ ફેડરેશનના મહામંત્રી પદે કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહનભાઈ આસવાણીની  નિમણૂક કરાઈ હતી.ઈન્ડિયન નેશનલ પોર્ટ એન્ડ ડોક ફેડરેશનના મહામંત્રીનું પદ ખાલી પડતાં ફેડરેશનના  પ્રમુખ પ્રભાતકુમાર  સામંતરાયે આ નિયુકિત  કરી હતી.  ફેડરેશનના કાર્યકારી પ્રમુખ અને ભૂતકાળમાં ફેડરેશનના અનેક પદો પર કાર્ય કરી  સંગઠનને યોગ્ય માર્ગદર્શન તથા અન્ય યુનિયનોને મદદગાર થતા ફેડરેશનના મહામંત્રી જી.કલ્લનનું  અવસાન થતાં આ પદ ખાલી થયું હતું. પ્રમુખ ધ્વારા એક પરિપત્ર જારી કરી  સંગઠનના મહામંત્રીના પદમાટે મોહનભાઈ આસવાણીની નિમણૂક કરાઈ હતી. કંડલા પોર્ટમાં ઈન્ટુક યુનિયનના  સભ્યો સાથે વર્ષોથી સહયોગ કરી યુનિયનને છેલ્લા 20 વર્ષ સુધી કામદાર  ટ્રસ્ટી તરીકે  સેવા આપવાની સાથે સાથે  પોર્ટના કર્મચારીઓ અને પદાધિકારીઓને પણ આવી તક આપી હતી. હવે રાષ્ટ્રીય સ્તરે શ્રી આસવાણીની નિમણૂક કરાતાં કચ્છ જિલ્લાના કામદાર સંઘ(ઈન્ટુક)ના અન્ય  ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓમાં પણ   આનંદની લાગણી પ્રસરી છે  આ નિમણૂકને યુનિયનના મહામંત્રી નારીભાઈ રામદાસાણી, સિનિયર ઉપપ્રમુખ રાણાભાઈ વિસારિયાએ આવકારી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer