નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું

નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડયું
ભચાઉ, તા. 4 : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભચાઉ-ગાંધીધામની નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતાં કલાકો સુધી પાણી વેડફાઇ ગયું હતું. આમેય શિવધારા સમાન આ એરવાલ્વ ઘણા સમયથી નિરંતર વહેતો રહે છે, પરંતુ આજે પાણીનું દબાણ વધુ હોવાથી પેયજળનો મોટો જથ્થો વહી ગયો હતો. અનેક ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું મીઠું નર્મદાનું પાણી મળતું નથી ત્યારે માનવસર્જિત બેદરકારીને લઇ લાખો લિટર પાણી વેડફાતું રહે છે. મળતી વિગતો મુજબ હાલમાં કારખાનાઓમાં પાણીનો વપરાશ?ઘટયો હોવાથી આ પાણીનું પ્રેશર વધી જતાં લીક વાલ્વમાંથી વધુ પાણી નીકળી પડયું હતું. જો કે, કાળઝાળ ગરમીમાં અબાલ જીવો, વાહનચાલકો માટે આશીર્વાદરૂપ નીવડયું હતું. હાઇવેની હોટલ, ગેરેજ, સર્વિસ સ્ટેશન, નાના-મોટા ઉદ્યોગો સૌ કોઇ અજ્ઞાત મહેરબાનીથી મુખ્ય પાઇપલાઇનથી પાણી મેળવી રહ્યા છે. બિન્ધાસ્ત ચોરી થાય છે. વાલ્વમેનોમાં તાલુકામાં કેટલાક કર્મચારી-રોજંદારો જોતા રહે છે તેવી ફરિયાદ ઊઠી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer