વૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી

વૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીનાં શોધપત્રની પસંદગી
આદિપુર, તા. 4 : અહીંના વકીલ જોશી સ્વ. કાંતિલાલ શિવદાસ સુડિયાની પૌત્રી અને પ્રીતિબેન તથા યોગેશ જોશીની પુત્રી કુ. હીરલ દ્વારા લિખિત શોધપત્ર (થિસીઝ) વૈશ્વિક કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યું છે. પરિવાર-સમાજ અને કચ્છનું ગૌરવ વધાર્યું છે. ઇશોકેપ વર્લ્ડ પ્લાનિંગ કોંગ્રેસ  દોહા-કતાર-2020 દ્વારા યોજિત 56મી સ્પર્ધામાં વિશ્વભરના 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંના પસંદગી પામેલા મર્યાદિત સંશોધનપત્રોમાં હીરલની કૃતિ પણ પસંદ કરાઇ છે. `કોવિડ-19' પછી આપણા સદનનું નિર્માણ અને બાંધકામ કેવી રીતે કરવું ? એ સ્પર્ધાનો મુખ્ય મુદ્દો હતો. જે વિશે લખીને તેણે પોતાનું હીર ઝળકાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer