અમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ

અમદાવાદમાં કોરોના સામેનો જંગ લડે છે મૂળ ભુજના તબીબ
ભુજ, તા. 4 : કોરોના સામેના વિશ્વયુદ્ધના અગ્રિમ મોરચાના લડવૈયાઓ તબીબો છે. જ્યાં મહામારીનું વધુ સંક્રમણ છે એ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં મૂળ ભુજના તબીબ તપન અવિનાશ ગોસ્વામી ફરજ બજાવે છે. ડો. તપને ફિલિપાઈન્સના દગુમા શહેરમાંથી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યો હતો. 2018માં ફિલિપાઈન્સમાં ત્રાટકેલાં તીવ્ર વાવાઝોડાં વખતે તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં 8 દિવસ સુધી દિવસ-રાત ફરજ બજાવી હતી. હાલ તેઓ એમ.સી.આઈ. પાસ કરીને બી. જે. મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહ્યા છે અને જ્યાં કોરોના કેસો વધુ આવે છે એ સિવિલ હોસ્પિટલમાં જ સંક્રમણના દર્દીઓની સારવારમાં લાગેલા છે. હોસ્પિટલની વ્યવસ્થા મુજબ તેમણે 10?દિવસ સારવાર કરવાની હોય અને પછી 10?દિવસ ક્વોરેન્ટાઈન રહેવાનું હોય. કોરોનાકાળમાં અમદાવાદમાં ફરજ બજાવવાને લઈને ડો. તપન કહે છે કે જ્યારે આપણું કામ પડે એવી સંકટની ઘડી આવે ત્યારે ઘરે થોડું બેસી રહેવાય ?  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer