વધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

વધુ સાત દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો
ભુજ/મુંદરા, તા. 4 : કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસ સાથે છેલ્લા બે દિવસથી સાજા થયેલા દર્દીઓને રજા પણ અપાઇ રહી છે ત્યારે ગઇકાલે ત્રણ બાદ આજે વધુ સાત દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતી લીધો હતો. આજે આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી લોકેશ જયકિશન લાલચંદાની, મિલન અરવિંદ પુરોહિત અને ભરતસિંહ મેરૂભા જાડેજા સાજા થઇ જતાં તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી હતી. આ તરફ મુંદરાની એલાયન્સ હોસ્પિટલના બે દર્દી સ્વસ્થ થઇ જતા તેમને માનભેર રજા અપાઇ હતી. સ્વસ્થ થયેલા દર્દીમાં ધવલ પ્રતાપભાઇ ઠક્કર, હર્ષાબેન પ્રતાપભાઇ ઠક્કરનો સમાવેશ થાય છે. આ ટાંકણે ડો. હિતેશ જીગર, ડો. ધવલ સુરાની, ડો. અલ્પેશ ઉપસ્થિત રહી અભિવાદન કર્યું હતું. દર્દીએ ડોકટરની ટીમ દ્વારા સારી સેવા બદલ આભાર માન્યો હતો. જિલ્લામાં કુલ્લ સાજા થયેલા દર્દીઓની સંખ્યા હવે 112 પર પહોંચી છે. તો ભુજની જનરલ હોસ્પિટલમાંથી બીએસએફના જવાન ડી.એન. પાંડે તેમજ આર્મીના જવાન સંજય એક્કાને પણ રજા આપવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer