માધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં

માધાપરમાં જુગારના દરોડામાં આઠ મહિલા-પુરુષ ખેલી કાયદાના સકંજામાં
ભુજ, તા. 4 : તાલુકાના માધાપર ગામે રામનગરી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક બી. ડિવિઝન પોલીસે આઠ સ્ત્રી-પુરૂષને ગંજીપાના વડે જુગાર રમવાના   આરોપસર રૂા. 11120ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આ કાર્યવાહીમાં માધાપરના જગદીશ હરિભાઇ કોળી, ઓસમાણ ઉર્ફે બાવાડો ભુરા જંગીયા, અશોક ખોડા રાકાણી, કેશરબેન હરિભાઇ કોળી, ગુલાબબેન ખોડા રાકાણી, જલુભાઇ કાનજી કોળી, રમીલાબેન રાહુલ કોળી અને હિના ઓસમાણ જંગીયાને જુગાર રમવાના આરોપસર પકડાયા હતા. આરોપીઓ પાસેથી રૂા. 11120ની રોકડ રકમ કબજે કરીને તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. કાર્યકારી પોલીસ ઇન્સ્પેકટર એસ.બી. વસાવાના માર્ગદર્શન તળે હેડ કોન્સ્ટેબલ નરેદ્ર ધરડાને મળેલી બાતમીના આધારે સ્ટાફના સભ્યો દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer