જિ.પં.ના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ રૂમ પાટર્નર હજુ છૂટા

ભુજ, તા. 4 : જિલ્લા પંચાયતના આંતરિક ઓડિટ અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સંક્રમણ જ્યારે જિલ્લા પંચાયત જેવી સરકારી કચેરીમાં પહોંચી ચૂક્યું છે ત્યારે બીજીતરફ તેમના સંપર્કમાં રહેલા અન્યોમાં સ્વાભાવિક ફફડાટ ફેલાયો છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, જિ.પં.ના આંતરિક ઓડિટ અધિકારી ભુજની નવી ઉમેદનગર કોલોનીમાં રહેતા હતા. તેમની સાથે લોકલ ફંડ કચેરીના અન્ય ત્રણ કર્મચારીઓ પણ રૂમ પાટર્નર છે, પરંતુ તંત્ર હજુ ઉમેદનગર કોલોનીમાં નહીં પહોંચતાં જો ત્વરિત પગલાં નહીં લેવાય તો આ વિસ્તાર અને લોકલ હેડ ઓફિસમાં પણ સંક્રમણ પહોંચશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer