ભારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર બન્યું સતર્ક

ભુજ, તા. 4 : દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશનની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઇ?છે, ત્યારે વરસાદની આગાહીના પગલે કચ્છનું તંત્ર પણ સતર્ક બન્યું છે. તાલુકા સ્તરે લાયઝનિંગની કામગીરી સંભાળતા વિભાગોને  આગોતરી તકેદારીનાં પગલાં ભરવા માટેની સૂચના આપવામાં આવી છે.ડિઝાસ્ટર મામલતદાર એન.આર. પ્રજાપતિએ વિગતો આપતાં કહ્યું કે, 8મી તારીખ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને  મંગળવારે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આગાહીના પગલે તમામ વિભાગો માટે જનરલ એડવાઇઝરી જાહેર કરી તાલુકા કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધી ક્લોકકાર્યરત રાખી જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે સંકલનમાં રહેવા, રાહત-બચાવ કાર્ય માટે સાધનો ચકાસી કાર્યરત સ્થિતિમાં રાખવા, સંદેશાવ્યવહારના સાધનો ચાલુ સ્થિતિમાં રાખી સંપર્ક વિહોણા થતા હોય તેવા વિસ્તારમાં જરૂરી સૂચનાની આપ-લે કરવા સહિતની સૂચના અપાઇ છે.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer