આદિપુરમાં ઓનલાઈન શિક્ષણના વિવિધ પાસાં અંગે પ્રાધ્યાપકો માટે વેબિનાર યોજાયો

ગાંધીધામ,તા.4: અહીંના કોલેજિયેટ બોર્ડ ધ્વારા ઓનલાઈન પેડાગોજી ,કોવિડ-19 મહામારી  વિષય ઉપર ચાર દિવસીય વેબિનાર યોજાયો હતો. જેમાં 70 વધુ પ્રાધ્યાપકો જોડાયા હતા.  કોવિડ-19 ની પરિસ્થિતિમાં શિક્ષકોમાં ઉત્સાહ અને વિવિધ ટેકનિક સાથે ઓનલાઈન  અભ્યાસ કરાવી શકાય તેવા ઉદેશ સાથે આયોજીત આ કાર્યક્રમમાં  ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલીના પ્રાધ્યાપક ડો .ચિન્મય દેસાઈ, ડો.જીતેન્દ્ર નસરીવાલાએ ઓનલાઈન  અભ્યાસક્રમ માટેની વિવિધ ટેકનિક અને ટૂલ્સ સંદર્ભે ઉંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યો હતો. ચાર દિવસીય વેબિનારમાં ઓનલાઈન વ્યાખ્યાન વિતરણ માટે  યોગ્ય પધ્ધતિ,બીજા દિવસે સુયોગ્ય લર્નીગ મેનેજમેન્ટ ત્રોતની ઓળખ,ત્રીજા દિવસે કન્ટેન્ટ હોસ્ટિંગ અને શેરીંગ,ચોથા દિવસે ઓનલાઈન મૂલ્યાંકનની  શોધ અને વિકાસ, જેમાં ઓનલાઈન  અભ્યાસના ટૂલ્સ જેવા કે ગૂગલ કલાસરૂમ કેનવાસ, ઓબીએસ, એલએમએસ, જેઆઈટીએસઆઈ જેવા વિવિધ સોફટવેરની માહિતી અપાઈ હતી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ઓનલાઈન માધ્યમથી સરળ રીતે કરી શકાય તે માટેનો પણ અભ્યાસ કરાવ્યો હતો.સમગ્ર આયોજન જી.સી.બી.ના વહીવટી વડા કે.વેંકટેશવરલુના સફળ પ્રયત્નોથી પાર પડયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer